- ફ્રેન્ડશીપ ડે હોવાથી મિત્રો ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા
- મંદિરની પાછળની તરફ આવેલા ડેમી-2માં ન્હાવા માટે કેટલાક યુવાનો પડ્યા
- ભીમનાથ મહાદેવ નજીક ડેમમાં ડૂબી જતા ત્રણ યુવાનોના મોત થયા
મોરબી :ગઇકાલે ફ્રેન્ડશીપ ડે હોવાથી મોરબીના રેહતા કેટલાક યુવાન મિત્રો મોરબી રાજકોટ હાઇવે પાસે લજાઈ ગામ નજીક ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા. જ્યાં મંદિરની પાછળની તરફ આવેલા ડેમી-2માં ન્હાવા માટે કેટલાક યુવાનો પડ્યા હતા. જેમાંથી ત્રણેય યુવાનો ડૂબી જતા ગ્રામજનોને મોરબી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા સ્થાનિક લોકોએ બે યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.