મોરબી: વાંકાનેર તાલુકા પોલીસે કાશીયાગાળા પ્રાથમિક સ્કૂલ પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તે દરમિયાન જુગાર રમતા રમેશ સામત, રમેશ વાઘજી મકવાણા અને ભરત ધમાભાઇ મકવાણા એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ. 32,890, મોબાઈલ 4 કિંમત રૂ 11000, કાર કિંમત રૂ 70,000 અને 6 મોટરસાયકલ કિંમત રૂ 1,07,000 સહિત કુલ રૂ. 2.20,890નો મુદામાલ જપ્ત કર્યો હતો.
વાંકાનેર: જુગાર રમતા 3 પત્તાપ્રેમી ઝડપાયા, 7 નાસી છૂટ્યા - MORBI NEWS
વાંકાનેર તાલુકા પોલીસે કાશીયાગાળા ગામે દરોડો પાડીને જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડી રોકડ રકમ સહિત કુલ 2.20 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે સાત આરોપી ભાગી જવામાં સફળ રહ્યા હતાં.
વાંકાનેરના કાશીયાગાળામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
જ્યારે આરોપી સલા ધરમશીભાઈ દેગામાં, હેમંત ઉર્ફે હમીર સેલાભાઈ મકવાણા, શંકર રતાભાઈ દેગામા, લાલજી વાઘજી મકવાણા, અશોક માવજીભાઈ દેગામાં અને રસિક ધીરૂભાઈ ધરજીયા એમ સાત ઇસમો નાસી જતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.