બનાવની મળતી માહિતી મુજબ, વાંકાનેરના રાતીદેવડી ગામના રહેવાસી સાવન કિશોર વોરા (ઉ.વ.૧૮) નામના યુવાને ગત રાત્રીના સમયે જડેશ્વર રોડ પર આવેલી અંજની સિરામિક ફેક્ટરીમાં શરીરે આગ ચાંપી દઈને અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત થયું છે.
વાંકાનેરમાં પ્રેમમાં નિષ્ફળ યુવાન તેમજ મોરબીમાં બે વ્યક્તિએ કર્યા આપઘાત - suicide
મોરબી: વાંકાનેર પંથકમાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા યુવાને નાસીપાસ થઈને અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો છે. જયારે મોરબીમાં એક મહિલા સહીત બે વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
બનાવ અંગે પોલીસ ASI એમ.પી સોલંકી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન અંજની સિરામિકમાં કામ કરતો હતો અને તે પ્રેમમાં નિષ્ફળ જતા નાસીપાસ થઈને આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે મોરબીમાં 2 આપઘાતના બનાવમાં મોરબીના વિસીપરાના રહેવાસી શામજી નાનજી ચાવડા (ઉ.વ.૪૨) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જ્યારે અન્ય બનાવમાં વિસીપરામાં રહેતી હિરલ લીંબા રાવા (ઉ.વ.૧૮) નામની યુવતીએ સાંજે પોતાના ઘરે આપઘાત કર્યો છે પોલીસે બંને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.