મોરબીઃ ઘાંચી શેરીમાં રાત્રીના સમયે પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીની ઘાંચી શેરીમાં નજીવી બાબતે બોલાચાલીમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા - ડિવીઝન પોલીસ
ઘાંચી શેરીમાં રાત્રે પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીની ઘાંચી શેરીમાં રાત્રીના વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ અનીશ રફીકભાઈ પીઠડીયા નામના યુવાનને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક અનીશના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જે મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં મૃતક અનીશના ભાઈ સકીલ રફીકભાઈ પીઠડીયાએ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાને ફરિયાદી સકીલ પીઠડીયાના ભાઈ અનીશને ઘર પાસે મોટર સાઈકલ રાખવા બાબતે બોલાચાલી થતા આરોપી જાબીરએ મૃતક અનીશભાઈને અપશબ્દો બોલી ઉશકેરાઈ જતાં મૃતક અનીશને આડેધડ છરીના ઘા મારી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. તો મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.