ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેતરમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ આપ્યો આ ઉપાય

દિવાળી બાદ કપાસના પાકને બજારમાં વેચવાના ખેડૂતોના અરમાન પાણીમાં મળી ગયા છે, ભારે વરસાદને પગલે પાકને નુકશાન થયું હતું, તો પાછોતરા વરસાદે પાછોતરા વાવેતર કરેલા કપાસ સહિતના પાકોને પણ નુકશાન કર્યું છે. ઉપરાંત હાલ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો પણ આતંક જોવા મળી રહ્યો છે.

By

Published : Nov 24, 2020, 3:09 PM IST

Updated : Nov 24, 2020, 4:32 PM IST

ખેતરમાં ગુલાબી ઈયળના નીયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ આપ્યો ઉપાય જાણો
ખેતરમાં ગુલાબી ઈયળના નીયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ આપ્યો ઉપાય જાણો

  • કપાસના પાકમાં ગુલાબી ઇયળનો આતંક
  • ખેડૂતોને થઈ રહ્યું છે મોટાપાયે નુકશાન
  • ઈયળને કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો

મોરબી: દિવાળી બાદ કપાસના પાકને બજારમાં વેચવાના ખેડૂતોના અરમાન પાણીમાં મળી ગયા છે, ભારે વરસાદને પગલે પાકને નુકશાન થયું હતું, તો પાછોતરા વરસાદે પાછોતરા વાવેતર કરેલા કપાસ સહિતના પાકોને પણ નુકશાન કર્યું છે. ઉપરાંત હાલ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો પણ આતંક જોવા મળી રહ્યો છે.

ખેડૂતો પાકને ચરાવવા ઢોરને ખેતરમાં ખુલ્લા મૂકી રહ્યા છે

માળિયા તાલુકાના અનેક ગામોમાં ગુલાબી ઈયળ કાળો કહેર વર્તાવી રહી છે, માળિયા તાલુકાના માંણાબા, ખાખરેચી, સુલતાનપુર, કુંભારીયા, ચીખલી, ઘાટીલા, વેજલપર સહિતના ગામોમાં પણ ગુલાબી ઈયળે કોહરામ મચાવ્યો છે અને હજારો એકર જમીનમાં વાવેલો કપાસનો પાક નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતો પોતાના ખેતરમાં ઢોરને ચરવા ખુલ્લા મૂકી રહયા છે.

ખેતરમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ આપ્યો આ ઉપાય

આ અંગે મોરબી કૃષિ વિભાગના જાણકાર અને સાયન્ટીસ્ટ ડી.એસ. સરડવાએ ખેડૂતોને કેટલીક તકેદારી રાખવા માટે સૂચન કર્યા છે.

  1. ઉનાળામાં વહેલું વાવેતર ન કરવાનું કહેવા છતાં ખેડૂતો વહેલું વાવેતર કરે છે
  2. પાકા બિલ વાળું બીજ જ વાપરવું અને સાથે નોન બીટીનું વાવેતર કરવું, કોઈ પણ ખેડૂત નોન બીટીનું બીટી સાથે વાવેતર કરતા નથી.
  3. શિયાળામાં લાંબા સમય સુધી કપાસના પાકને ઊભો ન રાખવો તેમજ ઓછા સમયે પાકતી જાતોનું વાવેતર કરવું
  4. કૃષિ વિભાગના જાણકારો અને સાયન્ટીસ્ટએ ખેડૂતોને આપેલા સુચનોનો પાલન કરવાથી ખેડૂતોને નુકશાનનું પ્રમાણ ઘટશે અને આવનારી આફતોમાં થોડી રાહત મળશે.
Last Updated : Nov 24, 2020, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details