ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ

મોરબી: લોકસભા ચુંટણીના ત્રીજા ચરણમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે મતદાન યોજવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના કુલ નોંધાયેલા ૭,૫૧,૨૪૨ મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે.

મોરબીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ

By

Published : Apr 23, 2019, 5:45 AM IST

મોરબી વિધાનસભા, ટંકારા વિધાનસભા તેમજ વાંકાનેર વિધાનસભા વિસ્તારના ૭,૫૧ લાખ મતદારો મતદાન કરશે. જેમાં ૨૦૫ શતાયુ નાગરિકો મતદાન કરશે. તે ઉપરાંત ૧૬,૮૧૧ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનશે.

મોરબીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ

આ અંગે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. EVM સહિતની તમામ સામગ્રી સાથે સ્ટાફને મતદાન મથકોએ રવાના કરી મતદાન મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે.

મતદાન મથક પર પૂરતી સુરક્ષા રાખવામાં આવી છે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે. તેમજ મતદાન મથકો પર EVM સહિતની તમામ સાધન સામગ્રી સાથે સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો હતો અને મતદાન મથકનો કબ્જો સોંપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details