મોરબીઃ પંથકમાં “કોરોના”નો પગ પેસારો અટકાવવા તેમજ “લોકડાઉન” દરમિયાન ઉભી થયેલ સ્થિતી અંગે વિવિધ આગેવાનોની રૂબરૂ રજૂઆતો અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, ચીફ ઓફિસર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીને રૂબરૂ મળીને વિવિધ પ્રશ્નો જેવા કે પીળાશ વાળા પાણીનું યોગ્ય લેબોરેટરીમાં પુનઃ પૃથ્થકરણ કરાવી લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તેમ કરવા જણાવ્યું હતું
મોરબીની લોક સમસ્યાને નિવારવા ધારાસભ્યએ અધિકારીઓ સાથે કરી બેઠક
મોરબીના દૂષિત પાણી તથા અનેક પ્રશ્નો નિવારવા ધારાસભ્યએ અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી હતી. જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, ચીફ ઓફિસર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતાં.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પર પ્રાંતીય મજૂરોના નિર્વાહ તેમજ વતન મોકલવાની વ્યવસ્થા કરવા, મોરબીના જ બ્રહ્મ કુમારી સંસ્થાના ચાર ભાઇઓ માઉન્ટઆબુ ખાતે લોકડાઉનને લીધે રોકાઈ ગયા છે. તેમને પરત લાવવા, રેશન કાર્ડ હોલ્ડરોને રાશન લેવા માટે પડતી હાલાકી નિવારવા, જથ્થાબંધ વેપારીઓને કે જે કરિયાણાની દુકાનોને જથ્થો પૂરો પાડવામાં આવે છે. દિવસેને દિવસે વધતી મુશ્કેલીને હાડમારી નિવારવા, સૂજલામ સૂફલામમાં ખીરસરા અને કડવાસરનું તળાવ ઊંડુ ઉતારવા જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા ગરીબો માટે “મનરેગા” થકી રોજગારી આપવા, ગ્રામ રક્ષક દળના જવાનો હાલની સ્થિતિમાં ખડે પગે સેવા કરે છે.