મોરબીઃ માળીયાના ખાખરેચી ગામે એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રેતી ભરેલા નવ ડમ્પર ઝડપાયાં હતાં. તમામ મુદામાલ માળીયા પોલીસને સોપવામાં આવ્યો છે.
મોરબીમાં ખાખરેચી ગામેથી એલસીબી ટીમે રેતી ભરેલા 9 ડમ્પર ઝડપ્યાં - Morbi police
માળીયાના ખાખરેચી ગામે એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રેતી ભરેલા નવ ડમ્પર ઝડપાયાં હતાં. તમામ મુદામાલ માળીયા પોલીસને સોપવામાં આવ્યો છે.
મોરબી જીલ્લમાં ખનીજચોરી કરનાર ચોર બેફામ બન્યાંં છે. જેમાં માળીયા અને હળવદ પંથકમાં રેતીચોરીની વ્યાપક ફરિયાદો છતાં સ્થાનિક તંત્ર ઊંઘતું જોવા મળી રહ્યું છે. મોરબી એલસીબી પીઆઈ વી.બી જાડેજાની સુચનાથી એલસીબી ટીમ વોચમાં હતી તે દરમિયાન ખાખરેચી ગામ પાસેથી રેતી ભરેલા નવ ડમ્પરને એલસીબી ટીમે ઝડપી પાડ્યા હતાં.
એલસીબી ટીમ દ્વારા તમામમ મુદામાલ માળીયા પોલીસને સોંપવામાં આવ્યો છે. જોકે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એલસીબી ટીમે ખનીજ ચોરી ઝડપી લીધી એવી પણ ચર્ચા થઈ રહી છે. હાલ તો એેલસીબીએ મુદ્દામાલ પોલીસને સોંપી દીધો છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.