- મોરબીમાં કોરોના દર્દીઓની ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે મદદ
- સ્વીટ સિરામિક દ્વારા 6 ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન મંગાવવામાં આવ્યાં
- આ મશિન વિનામૂલ્યે જરૂરિયાતમંદ દર્દીઓને અપાશે
મોરબીઃ જિલ્લામાં કોરોના કેહર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે, તેમછંતા કોરોના હજુ કાબૂમાં આવ્યો નથી. દર્દીઓને હોસ્પિટલમાં અથવા તો ઘરે સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે ઘણા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે, આવા સમયે ઓક્સિજનના બાટલા કે પછી ઓક્સિજન બેડ હોસ્પિટલ અથવા તો કોરોના હેલ્થ સેન્ટરની અંદર ન મળતા દર્દીના પરિવાર મુશ્કેલીમાં મુકાયા જાય છે.
કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર મશિન આપવામાં આવશે
આ સ્થિતિમાં પીપળી રોડ ઉપર આવેલા સ્વીટ સિરામિકના જલ્પેશ મનસુખભાઈ વડસોલા અને તેમના ગ્રુપ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેના પરિવારજનોની મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન વસાવવામાં આવ્યાં છે. જે કોઈ દર્દીને ઓક્સિજનની જરૂરિયાત પડેશે તો તેવા દર્દીને ઓક્સિજનના ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ આવ્યા મદદે, 80 બેડનું કોરોના સેન્ટર શરૂ કરાયું