ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં તંત્રએ નવલખી પોર્ટની મુલાકાત લઈ પરિસ્થિતિની કરી સમીક્ષા

મોરબીઃ જિલ્લામાં વાયુ વાવાઝોડું ફંટાઈ રહ્યું છે અને હવે બહુ જોખમ રહ્યું નથી. આ ઉપરાંત પણ નવલખી પોર્ટ ખાતે તમામ કામકાજ બંધ જોવા મળે છે. જેની જિલ્લા કલેક્ટર, DYSP, આર્મીના જવાનો અને પોલીસ ટીમે બંદરની મુલાકાત લઇ અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

By

Published : Jun 13, 2019, 7:44 PM IST

મોરબીમાં તંત્રએ મુલાકાત લઇ પરિસ્થિતિની કરી સમીક્ષા

સમગ્ર બાબતે પોર્ટ ઓફિસરના જણાવ્યાં અનુસાર હજુ દરિયામાં કરંટ જોવા મળે છે અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ વરસાદ આવવાની શક્યતા હોય જેથી તમામ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. પોર્ટની કામગીરી હાલ સંપૂર્ણ બંધ જ છે. તેમજ ઉપરી લેવલથી સુચના ન મળે ત્યાં સુધી કામકાજ બંધ રાખવામાં આવશે તેવુ વધુમાં જણાવ્યું હતુ.

મોરબીમાં તંત્રએ નવલખી પોર્ટની મુલાકાત લઈ પરિસ્થિતિની કરી સમીક્ષા

ABOUT THE AUTHOR

...view details