ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાભીની હત્યા કરનારા દેવરને પોલીસે ઝડપ્યો - Morbi Police

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પત્ની ભાભી સાથે વાત કરતા હતા. જે સારૂ નહિ લાગતા દેવરે ભાભીને માર માર્યો હતો. જેને પગલે ભાભીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ભાભીની હત્યા કરનારા દેવરને પોલીસે ઝડપી પાડ્યો
ભાભીની હત્યા કરનારા દેવરને પોલીસે ઝડપી પાડ્યો

By

Published : Dec 27, 2020, 3:58 PM IST

  • ભાભીની હત્યા કરનારા દેવરને પોલીસે ઝડપ્યો
  • પતિ-પત્નીના ઝઘડા બાદ દેવરે ભાભીને માર માર્યો
  • ભાભીનું સારવાર દરમિયાન મોત થતા મામલો પ્રકાશમાં આવ્યો

મોરબીઃ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પત્ની ભાભી સાથે વાત કરતી હતા. જે સારૂ નહિ લાગતા દેવરે ભાભીને માર માર્યો હતો જેને પગલે ભાભીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપી દેવરને ઝડપી પાડ્યો હતો.

ભાભીની હત્યા કરનારા દેવરને પોલીસે ઝડપી પાડ્યો

ભાભીને મારનારા દેવરને પોલીસે ઝડપ્યો

અગાભી પીપળીયા ગામના રહેવાસી જયંતી ધારશી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેની નવી માંનો દીકરો મુકેશ અને તેની પત્ની હીરાબેન વચ્ચે ઝઘડો થયો હતો અને પતિ-પત્નીના ઝઘડા બાદ હીરાબેન ફરિયાદી જયંતીના પત્ની મીનાબેન પાસે આવી હતા. જે સારું નહિ લાગતા આરોપી મુકેશ ધારશીએ મીનાબેનને અપશબ્દ બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ જઈને મુકેશ ધારશીએ મીનાબેનને માર માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત મીનાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જે બનાવ અંગે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ વાંકાનેર તાલુકા PSI બી ડી પરમારની ટીમ ચલાવી હતી. આરોપી મુકેશ ધારશીને દબોચી લેવાયો હતો અને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details