- મોરબીમાં સપ્તાહ પહેલા દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરનારો આરોપી ઝડપાયો
- પોલીસે આ અપહરણ કરનારા આરોપીને સાવરકુંડલાથી ઝડપી પાડ્યો હતો
- બાળકીની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે કામગીરી શરૂ કરી હતી
મોરબીઃ જિલ્લામાં એક અઠવાડિયા પહેલા કારખાનામાંથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. તો પોલીસે વિવિધ ટીમ બનાવી અપહરણ કરનારા આરોપીને ઝડપી પાડ્યો છે. આ બનાવને પગલે પોલીસની ટીમોએ તપાસ ચલાવી હતી સૌરાષ્ટ્રભરમાં તપાસ ચલાવતા અપહરણ કરનારા શખ્સને સાવરકુંડલાથી ઝડપી લેવાયો છે
આ પણ વાંચો-Umara Police Stationમાં તેના જ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ અપહરણ અને લૂંટની ફરિયાદમાં ધરપકડ કરી
સૌરાષ્ટ્રભરમાં તપાસ ચલાવી પોલીસે આરોપીને ઝડપી લીધો
18 જુલાઈએ લખધીરપૂર રોડ પરના સોરીસો સિરામિક કારખાનામાં કામ કરતા મુકેશ ભુરિયાભાઈ બડોલે (MP) વાળાની દોઢ વર્ષની દીકરીને કારખાનામાં કામ કરતો મનોજ નામનો મજૂર કોઈ અગમ્ય કારણોસર અપહરણ કરી ગયો હતો. આ અંગે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે મોરબી LCB ટીમે અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી હતી. મોરબી LCB અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (Anti Human Trafficking Unit) મોરબીની અલગ અલગ ટીમોએ તપાસ ચાલવી હતી અને આરોપી તેમ જ અપહૃત બાળકી મળી આવે તેવા સંભવિત સ્થળોએ સિરામિક કારખાનામાં કામ કરતા એમપીના મજૂરોની પૂછપરછ કરી હતી.