ગુજરાત

gujarat

ETV Bharat / state

તેલંગાણાના કૃષિ પ્રધાને મોરબી જિલ્લાની લીધી મુલાકાત - Niranjan Reddy

તેલંગાણાના રાજ્યના કૃષિ પ્રધાન નિરંજન રેડ્ડીએ મોરબી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ ટંકારા ખાતે આવેલા બોર્નવિલે ફૂડ પ્રાઈવેટ લીમીટેડ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતુ કે, તેલંગાણા રાજ્યમાં ખેતીનો વિકાસ અને ખેડૂતોને મગફળીનું ઉત્પાદન લેવા પ્રોત્સાહિત કરી શકે તેમ જણાવ્યું હતું.

તેલંગાણાના કૃષિ પ્રધાને મોરબી જિલ્લાની મુલાકાત લીધી
તેલંગાણાના કૃષિ પ્રધાને મોરબી જિલ્લાની મુલાકાત લીધી

By

Published : Aug 3, 2021, 9:24 AM IST

  • ગુજરાત મગફળીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં અગ્રેસર
  • તેલંગાણાના કૃષિ પ્રધાને મોરબી જિલ્લાની મુલાકાત લીધી
  • ટંકારા ખાતે આવેલા ફૂડ ફેક્ટરીની મુલાકાત કરી

મોરબી:તેલંગાણાના રાજ્યના કૃષિ પ્રધાન નિરંજન રેડ્ડી આજે મોરબી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. જેમાં તેઓએ ટંકારા ખાતે આવેલા બોર્નવિલે ફૂડ પ્રાઈવેટ લીમીટેડ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. જે મુલાકાત સમયે તેલંગાના પ્રધાને જણાવ્યું હતું કે તેલંગાણા રાજ્યમાં ખેતીનો વિકાસ થઇ રહ્યો છે, ત્યારે ખેડૂતો બજારની ડીમાંડને ધ્યાનમાં લઈને ઉત્પાદન કરે તેમજ તેને પ્રોસેસિંગ અને વેલ્યુ એડીશનનો લાભ મળે તો ખેતી સમૃદ્ધ બને જેથી તેલંગાના રાજ્યના કૃષિ પ્રધાન નિરંજન રેડ્ડીએ ટંકારા તાલુકામાં આવેલા ફેક્ટરીની મુલાકાત પણ લીધી હતી.

તેલંગાણાના કૃષિ પ્રધાને મોરબી જિલ્લાની મુલાકાત લીધી

આ પણ વાંચો: તેલંગાણાના કૃષિ પ્રધાને કલોલ ઈફ્ફકો પ્લાન્ટની લીધી મુલાકાત, પ્લાન્ટ સ્થાપવા બતાવી તૈયારી

મગફળીના ઉત્પાદન વિષે જાણકારી

કૃષિ પ્રધાન નિરંજન રેડ્ડીએ ખેડૂતોને તેલંગાણામાં મગફળીના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરી શકે તે માટે ગુજરાતમાં મગફળીના ઉત્પાદન, બજાર વેલ્યુ સહિતની ચીજો વિષે જે વિસ્તારમાં થાઇ છે તે વિસ્તારની મુલાકાત લઇને જાણકારી મેળવી હતી, તો ટંકારાની બોર્નવિલે ફેક્ટરીના ડાયરેક્ટર અમિતભાઈ પટેલ જણાવે છે કે, ગુજરાત મગફળીના વાવેતરમાં અગ્રેસર છે, ત્યારે મગફળીનો પાક વાવવા, તેની વેચાણ કિંમત વિષે જાણકારી મેળવી હતી. મગફળીનો વપરાશ થતો હોય તેવા ઉદ્યોગની માહિતી મેળવવા પ્રધાને મુલાકાત લીધી હતી. જેથી તેના રાજ્યમાં ખેડૂતોને મગફળીનું ઉત્પાદન લેવા પ્રોત્સાહિત કરી શકે તેમ જણાવ્યું હતું.

ટંકારાની બોર્નવિલે ફેક્ટરીની મુલાકાત બાદ ગાંધીનગરના કલોલ ખાતે ઇફ્ફકો પ્લાન્ટની પણ લીધી મુલાકાત

તેલંગાણા રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ પ્રધાન અને સહકાર પ્રધાન સિંગરેડ્ડી નિરંજન રેડ્ડીએ ગુજરાત ગાંધીનગરના કલોલ ખાતે ઇફ્ફકો પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નેનો ઇફ્ફકો પ્લાન્ટની કામગીરી અને પ્રોડક્ટ વિશે જાણ્યા બાદ પોતાના રાજ્યમાં પણ આ પ્લાન્ટ ખેતી માટે ફાયદાકારક હોવાથી નાખવા માટે તૈયારીઓ દર્શાવી હતી. આ પ્રસ્તાવ મંજૂર થશે તો આગામી સમયમાં તેલંગાણામાં પણ નેનો ઇફ્ફકો ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાખવામાં આવશે.

નેનો ઇફ્ફકો ફર્ટિલાઇઝર શું છે ?

નેનો ઇફ્ફકો ફર્ટિલાઇઝરમાં પ્રવાહીની એક 500 mlની નાની બોટલ પાણીમાં ભેળવીને છંટકાવ કરવામાં આવે તો 8 ટકા જેટલું વધુ ઉત્પાદન પાકમાં આવે છે. જમીન પર કોઈ વિપરીત અસર કરતું નથી, વાયુ પ્રદુષણ કરતું નથી તેમજ માનવ જીવન કે પશુ જીવન પર પણ કોઇ વિપરીત અસર થતી નથી. ભારતમાં અને અમેરિકામાં તેની પેટન્ટ કરાવી છે. આ બાદ 192 દેશમાં ગ્લોબલ લેવલે પેટન્ટ માટે પણ મૂકવામાં આવી છે. રાજસ્થાનના ડોક્ટર રમેશ આર્યા રીટેસ્ટ માટે અમેરિકા સ્ટડી કરવા ગયા અને ત્યાં સ્ટડી કરી ત્યારબાદ તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો અને તેમનો સંપર્ક થયો. વડાપ્રધાને નેનો ફર્ટિલાઇઝર ઇફ્ફકોનો સંપર્ક કરાવી આ પ્લાન્ટ કલોલમાં નાખવા અંગે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details