ગુજરાત

gujarat

ETV Bharat / state

ટંકારાના ઘુનડા ગામની સીમમાં ખનીજ વિભાગની રેડ, 7 વિરુદ્ધ ગુનો નોંધાયો - Morbi District mining

ટંકારાના ઘુનડા ગામની સીમમાં ખનીજચોરી અંગે સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવતા ખનીજ વિભાગ ટીમે દરોડા પાડી ખનીજ ચોરી ઝડપી પાડી હતી. આ અંગે પોલીસે 7ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારાના ઘુનડા ગામની સીમમાં ખનીજ વિભાગની રેડ, 7 ની અટકાયત
ટંકારાના ઘુનડા ગામની સીમમાં ખનીજ વિભાગની રેડ, 7 ની અટકાયત

By

Published : Nov 16, 2020, 12:55 PM IST

  • ટંકારામાં ખનીજચોરીની ઘટના
  • ખનીજ વિભાગ ટીમે પાડ્યા દરોડા
  • 7 શખ્સોની ધરપકડ

મોરબી: ટંકારાના ઘુનડા ગામની સીમમાં ખનીજ વિભાગને ગેરકાયદેસર ખનીજ ખનન થઈ રહ્યું હોવાની બાતમી મળતા ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

7 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુર ભાદરકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ટંકારાના ઘુનડા ગામની સીમમાં કેટલાક ઈસમો સરકારી ખરાબાની જમીનમાંથી હાર્ડ મોરમ, મેટલ, ખનીજનું ગેરકાયદેસર ખનન કરતા હોવાની બાતમી મળતાં રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 7 શખ્સોની ધરપકડ કરવાામાં આવી છે.

હાલ ટંકારા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details