ગુજરાત

gujarat

ETV Bharat / state

support price Plan: મોરબીમાં ચાર સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ - મોરબીમાં ચણાની ટેકાના ભાવે ખરીદી

મોરબીમાં ચણાની ટેકાના ભાવે વેચાણ કરવા માટે 13,600 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. આજથી મોરબીના પાંચ તાલુકામાં ટેકાના ભાવેથી ચણાની ખરીદી (Chickpea support price)શરૂ કરવામાં આવી છે. મોરબી માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન અને(Morbi Market Yard) સાંસદ મોહન કુંડારિયા સહિતના આગેવાનો (support price Plan)દ્વારા ખરીદી શરુ કરવામાં આવી હતી.

support price Plan: મોરબીમાં ચાર સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ
support price Plan: મોરબીમાં ચાર સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ

By

Published : Mar 7, 2022, 12:53 PM IST

મોરબી: જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવે (Chickpea support price ) તેની લાંબા સમયથી ખેડૂતો દ્વારા રાહ જોવામાં આવી રહી હતી.આજે મોરબી (support price Plan) માર્કેટ યાર્ડ, હળવદ માર્કેટ યાર્ડ, વાંકાનેર યાર્ડ અને(Morbi Market Yard) ટંકારા ખાતે જીનમાં ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી (Chickpea support price) કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાંથીટેકાના ભાવે ચણા વેચવા માટે કુલ મળીને 13,600 ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.

ટેકના ભાવે ચણાની ખરીદી

આ પણ વાંચોઃSupport price plan: ઘઉંના ટેકાના ભાવ જાહેર ન થતાં કચ્છના ખેડૂતો મૂંઝવણમાં

ટેકના ભાવે ચણાની ખરીદી

રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોમાંથી દરરોજના 100 જેટલા ખેડૂતોને દરેક સેન્ટર ઉપર બોલાવીને તેના ચણાની ખરીદીકરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યુ હતું કે ખુલ્લા માર્કેટમાં ખેડૂતો તેનો માલ વેચવા માટે જાય તો વધુમાં વધુ 800 થી 900 રૂપિયા ભાવ આવે છે. જો કે સરકાર દ્વારા ગુજકો માર્સલના નેજા હેઠળ ખેડૂતો પાસેથી 1046 રૂપિયાના ભાવથી ટેકના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવેલ છે. યાર્ડના વાઇસ ચેરમેન મગન વડાવિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃFarmers smartphone subsidy scheme : સરકારે કેટલા ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય આપી ને ખર્ચો શેમાં પાડ્યો જાણો

ABOUT THE AUTHOR

...view details