અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવનારી પેઢી અને વિદ્યાર્થીઓને પછાત વિસ્તારોમાં તથા ગામડાઓમાં ગ્રામ્ય જીવન દર્શન દ્વારા લોકોનો અનુભવ કરવામાં આવે તે માટે 15 મેથી 19 મે એમ 5 દિવસ સુધી ગ્રામ્ય જીવન દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ABVP દ્વારા મોરબીમાં વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનદર્શન કરાવાશે
મોરબીઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દેશના પુનઃનિર્માણનું ધ્યેય લઈને રચનાત્મક કાર્ય કરતું દેશનું જ નહીં પરંતુ, વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. આ વખતે ABVP દ્વારા શહેરમાં વસતા વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવન દર્શન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ફાઈલ ફોટો
કાર્યક્રમનું રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ માટે શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન શુલ્ક રૂપિયા 100 આપવાના રહેશે. જેમાં માત્ર મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ જ જોડાઈ શકશે. રજીસ્ટ્રેશન માટે મનદીપસિંહ ઝાલા: 7567506810, દિવ્યરાજસિંહ જાડેજા: 9574081817, વિશ્વરાજસિંહ ઝાલા: 8488805020 નો સંપર્ક કરવા ABVP દ્વારા જણાવવામાં આવ્યું હતું.