- કુલપતિ-ઉપકુલપતિની સ્થિતિમાં નવયુગ સંકુલમાં ટ્રસ્ટીઓ અને પ્રિન્સીપાલ સાથે બેઠક યોજાઈ
- કોરોનાથી રક્ષણ મેળવવા રસીકરણ અભિયાન કરાયું શરૂ
- વિદ્યાર્થીઓને રસીકરણ અભિયાન અંગે અપાઇ સમજ
મોરબીઃ સમગ્ર દેશમાં કોરોના(Corona)થી બચવા માટે રસીકરણ (vaccination)અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ અભિયાનને વેગવંતું બનાવવા માટે કોલેજના વિદ્યાર્થીઓ આગળ આવી કઇ રીતે મદદ કરી શકે એ વિશે સમજ આપવામાં આવી હતી. જે અંતર્ગત નવયુગ સંકુલ ખાતે મીટીંગ યોજવામાં આવી હતી.
આ પણ વાંચોઃ IndiGo offers: કોરોના રસી લીધેલા યાત્રિકો માટે સારા સમાચાર, ઇન્ડિગો આપશે બુકિંગમાં છૂટ
25 કોલેજના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા
નવયુગ સંકુલ ખાતે આયોજિત મીટીંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)ના કુલપતિ ડો. નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો. વિજય દેશાણી તેમજ નવયુગ સંકુલના પ્રમુખ પી.ડી.કાંજીયા, પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, નવયુગ કોલેજના ટ્રસ્ટી બળદેવભાઈ સહિતના અગ્રણીઓ તેમજ મોરબી જિલ્લાની 6 સરકારી અને 19 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળીને 25 કોલેજના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા.