ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી બન્યુ ચોરીનું ગઢઃ 2 દિવસમાં 2 ચોરી - chain

મોરબીઃ શહેરમાં શુક્રવારે ચીલઝડપની ઘટના મોરબીમાં નોંધાઈ હતી અને મહિલાના ગળામાંથી 1 લાખની કિમતનો સોનાનો ચેન લઇ આરોપી ફરાર થઇ ગયા હતાં. ત્યારે આવતીકાલે કેનાલ ચોકડી નજીકની દુકાનમાંથી ધોળે દિવસે એક શખ્શ રોકડ લઈને ફરાર થયો હતો. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

mrb

By

Published : Jul 7, 2019, 3:41 AM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કેનાલ ચોકડી નજીક આવેલી પટેલ કોમ્પ્યુટર & સ્ટેશનરી નામની દુકાનમાં બપોરના સમયે એક ઇસમ દુકાનમાં પ્રવેશ કરીને દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરી નાસી ગયો હતો. દુકાનના સંચાલક જમીને પરત ફરતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું.

મોરબી બન્યુ ચોરીનું ગઢઃ 2 દિવસમાં 2 ચોરી


દુકાનના સંચાલક હિતેશભાઈ પટેલે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, બપોરે તે પાર્ટીશન લોક કરીને જમવા ગયા હતા તે દરમિયાન અજાણ્યો ઇસમ કોઈ રીતે પ્રવેશ કરીને અંદાજે 12 થી 15 હજારની રકમ ચોરી કરી ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઇ છે. જેની ફરિયાદ નોંધી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જયારે અન્ય એક બનાવમાં મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કંચનબેન બાવરવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, શુક્રવારે સાંજના સમયે રવાપર રોડ પર સુભાષનગર સોસાયટી મેઈન રોડ પરથી લક્ષ્મીબેન ચાલીને જતા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો નંબર પ્લેટ વગરના મોટરસાયકલમાં આવી ફરિયાદી મહિલાએ પહેરેલ સોનાના પારાવાળી માળા કિંમત રૂ 1 લાખની ઝુંટવી નાસી ગયા હતાં જેની ફરીયાદ દાખલ કરેલ છે. જેના આધારે પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details