મોરબી: ભારત ચીન બોર્ડર પર ગાલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના પરીવાર માટે ફંડ એકત્રિત કરવાનું કાર્ય રાષ્ટ્રભકત યુવાન અજયભાઈ લોરિયા દ્વારા શરુ કરવામાં આવ્યું છે.
ગલવન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના પરિજનો માટે ફંડ એકત્ર કરવાનું શરુ - શહીદ
ગલવાન સરહદે ચીન સેના થયેલા ઘર્ષણમાં ભારતના 20 વીર જવાનો શહીદ થયા હતા. જે શહીદ પરિવારોને આર્થિક મદદ કરવાના ઉદેશ્યથી મોરબીના યુવાનોએ ફંડ એકત્ર કરવાનું શરુ કર્યું છે અને એકત્ર થયેલું ફંડ શહીદના પરિવારોને હાથો હાથ પહોંચાડવામાં આવશે.
શહીદ થયેલા જવાનોના પરિજનો માટે ફંડ એકત્ર કરવાનું શરુ
મહત્વનું છે કે આ અગાઉ પણ પુલવામાં શહીદોના પરિવારોને ઘરે પહોંચીને લાખોની આર્થિક મદદ તેઓ પહોંચાડી ચુક્યા છે અને તાજેતરમાં ચીન સરહદે ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણના પગલે ભારતના 20 જવાન શહીદ થયા હતાં. જેથી મોરબીમાં ફંડ એકત્ર કરવાનું અભિયાન શરુ કર્યું છે. જે કંઈ પણ રકમ એકત્ર થશે તે શહીદોના ઘરે જઈને હાથો હાથ પહોંચાડવામાં આવશે તેવુ અજયભાઈ લોરિયાએ જણાવ્યું હતું.