હળવદ પંથકમાં બે દિવસમાં એસટી બસના અકસ્માતોની બે ઘટના બની છે. પ્રથમ ઘટનામાં ફરિયાદી સુરેશભાઈ ઠાકરશીભાઈ કોળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, સરકીટ હાઉસ પાસે સુરેન્દ્રનગર-હળવદ વચ્ચેની એસ.ટી બસના ચાલકે મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક ધીરૂભાઈ કોળીનું મોત થયું છે, તેમજ મૃતકના પત્ની ભાવનાબેન અને 15 વર્ષીય દિકરા સહદેવને ઈજા પહોંચતા તેમને સારવાર આપવામાં આવી હતી.
હળવદમાં ST બસ અકસ્માતના બે બનાવ, 1નું મોત - st bus accident
મોરબીઃ હળવદમાં છેલ્લા બે દિવસમાં એસ.ટી બસ અકસ્માતનાં બે બનાવો બન્યા છે. બંને બનાવ પૈકી એકમાં બાઈકસવારનું મોત થયું છે, તેમજ બે લોકોને ઈજા પહોંચી છે. બીજો અકસ્માત લકઝરી બસ સાથે થયો છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
હળવદમાં એસ.ટી બસ અકસ્માતના ઉપરાછાપરી બે બનાવ, 1નું મોત
હળવદ સરા ચોકડી પાસે બનેલા બીજા બનાવમાં મોરબી તરફ જતી એસ.ટી બસની બ્રેક ફેઈલ થઈ હતી. આ બસ ભુજથી અમદાવાદ જતી પટેલ ટ્રાવેલ્સની ખાનગી બસ સાથે અથડાઈ હતી. બે બસ વચ્ચે અકસ્માત થયો હોવા છતાં સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી હતી. આ બનાવ પછી રાજ્ય સરકારના "સલામત સવારી,એસ ટી હમારી" ના દાવાઆે સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.