- મોરબીના કાંતિપુર ગામે પુત્રએ માતાને માર માર્યો
- મીડિયા સમક્ષ પુત્રએ માફી માગી અને પસ્તાવો થયો
- માતાએ કોઇ કાર્યવાહી કરવાની ના પાડી
મોરબીઃ જિલ્લાના કાંતિપુર ગામે રહેતા રંભીબેનને બે દીકરા છે અને બન્ને બાજુ બાજુના ઘરમાં રહે છે. રંભીબેન તેના નાના દીકરાના ઘરે બેસવા માટે ગયા હતા અને ત્યાં બેઠા હતા ત્યારે તેની પૌત્રી તેને લેવા માટે આવી હતી. ત્યારબાદ તેને હાથ પકડીને પોતાના ઘરે લઇ ગયા બાદ તેના મોટા દીકરા મનસુખભાઈએ તેને ધક્કા મારીને ઢસડીને સાવરણી વડે માર મારતા હોય તે પ્રકારનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
માર મારનાર પુત્રએ મીડિયા સમક્ષ માફી માગી
માતાએ માર મારનાર દીકરાની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. જોકે મોરબી તાલુકા પોલીસની હદમાં આવતા કાંતીપુર ગામની અંદર બનેલી આ ઘટનામાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઘટના બાદ મોટા પુત્ર મનસુખભાઈને પસ્તાવો થયો હતો અને મીડિયા સમક્ષ તેને માફી માગી હતી.