ગુજરાત

gujarat

મોરબીમાં સાતમાંથી 6 દર્દીના રીપોર્ટ નેગેટીવ, 1 રીપોર્ટ પેન્ડીંગ

મોરબી માટે રાહતના સમાચાર છે. સાતમાંથી છ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જ્યારે એક રીપોર્ટ પેન્ડીંગ છે.

By

Published : Apr 9, 2020, 8:37 PM IST

Published : Apr 9, 2020, 8:37 PM IST

ETV Bharat / state

મોરબીમાં સાતમાંથી 6 દર્દીના રીપોર્ટ નેગેટીવ, 1 રીપોર્ટ પેન્ડીંગ

jhjkkjj
fhhj

મોરબી: જિલ્લામાં કોરોનાનો કહેર શરૂ થયો હતો અને એક પોઝિટિવ કેસ આવ્યા બાદ શંકાસ્પદ કેસોની સંખ્યા વધતા તંત્રની ચિંતામાં વધારો થયો હતો. ત્યારે બુધવારે સાત દર્દીને દાખલ કર્યા હતા. જેમાંથી છ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જયારે એક રીપોર્ટ પેન્ડીંગ છે.

મોરબીમાં બે શ્રમિકોના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે બુધવારે એક બાળક અને વૃદ્ધને દાખલ કર્યા બાદ કોરોના પોઝિટિવ દર્દી જ્યાં નિવાસ કરે છે તેવા ઉમા ટાઉનશીપમાંથી ત્રણ દર્દી અને મોડી સાંજના સુમારે વધુ બે દર્દી એમ કુલ સાત વ્યક્તિને આઈસોલેશન વોર્ડમાં દાખલ કર્યા હતા અને તમામ સાત દર્દીના સેમ્પલ લઈને જામનગર જી જી હોસ્પિટલમાં મોકલ્યા હતા.

જે સાતમાંથી છ રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જ્યારે એક રીપોર્ટ પેન્ડીંગ હોય જેની તંત્ર રાહ જોઈ રહ્યું છે. તો ગુરુવારે સાંજે 7 વર્ષની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા આઈસોલેશન વોર્ડમાં ખસેડી તેના સેમ્પલ લઈને જામનગર મોકલ્યા છે.

ABOUT THE AUTHOR

...view details