ગુજરાત

gujarat

મોરબીના રવાપર રોડ પર આવેલી સોસાયટીમાંથી જુગાર રમતા પત્તાપ્રેમી ઝડપાયા

By

Published : Apr 26, 2020, 6:17 PM IST

હાલ કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે પત્તાપ્રેમીઓ સમય પસાર કરવા જુગાર રમતા હોય છે. મોરબી પોલીસે શહેરનના બોની પાર્કમાં વિસ્તારમાં દરોડા પાડીને જુગાર રમતા પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા હતા.

મોરબીના રવાપર રોડ પર આવેલા બોની પાર્કમાંથી જુગાર રમતા 6 પત્તાપ્રેમી ઝડપાયા
મોરબીના રવાપર રોડ પર આવેલા બોની પાર્કમાંથી જુગાર રમતા 6 પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી: હાલ કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે પત્તાપ્રેમીઓ સમય પસાર કરવા જુગાર રમતા હોય છે. મોરબી પોલીસે શહેરનના બોની પાર્કમાં વિસ્તારમાં દરોડા પાડીને જુગાર રમતા પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા હતા.

જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધિક્ષકની સુચનાથી એ ડીવીઝન પીઆઈ અને પીએસઆઈની ટીમને બાતમી મળી હતી કે રવાપર રોડ બોની પાર્ક મારૂતિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમવામાં આવી રહ્યો છે.

જેથી ટીમે દરોડા પાડીને જુગાર રમતા હસમુખભાઈ નરભેરામભાઈ પટેલ, કેવલભાઈ ધનજીભાઈ મોરડિયા, યસભાઈ દિનેશભાઈ કાલરીયા, યોગેશભાઈ થોભણભાઈ ઠોરીયા, ભાવેશભાઈ નરશીભાઈ શેરશીયા અને હિરેનભાઈ જયસુખભાઈ બોપલીયાને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 24800 જપ્ત કર્યા હતા.

પોલીસે તમામને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details