ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ABVP કાર્યકરોએ સુરત અગ્નિકાંડમાં અવસાન પામેલા બાળકોને આપી શ્રદ્ધાંજલિ - ravi motvani

મોરબીઃ જિલ્લામાં સુરતમાં સર્જાયેલી દુર્ઘટનામાં નિર્દોષ બાળકો મોતના મુખમાં હોમાઈ ગયાની ઘટનાથી સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે, અને આવી દુર્ઘટના અન્ય કોઈ સ્થળે ન સર્જાય તેવા હેતુથી તંત્ર પણ દોડધામ કરી રહ્યું છે.

ABVPના કાર્યકરો દ્રારા શ્રઘ્ઘાંજલી કાર્યક્રમ

By

Published : May 28, 2019, 10:50 AM IST

ત્યારે આજે મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોરબીના સરદાર બાગ નજીક સુરતની દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાષ્ટ્રીય સ્વયં સેવક, રાજપૂત કરણી સેના સહિત અલગ અલગ સંગઠનોના કાર્યકરો જોડાયા હતા અને એબીવીપીએ તંત્રને તાકીદ કરી હતી કે, મોરબી જિલ્લામાં આવી કોઈ ઘટના બને તો દોષિતોને છોડવામાં નહીં આવે તેમજ દરેક શાળા-કોલેજ અને કલાસીસ સંચાલક આવી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી રાખે તેવી અપીલ પણ કરી હતી.

ABVPના કાર્યકરો દ્વારા શ્રઘ્ઘાંજલી કાર્યક્રમ યોજાયો

ABOUT THE AUTHOR

...view details