મોરબી: માળીયા તાલુકાના કુંતાસી ગામે વ્યાજબી ભાવની દુકાનમાં ગેરરીતીની ફરિયાદને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા ગેરરીતી સામે આવી હતી. જેમાં અને સ્ટોકમાં મોટો તફાવત ધ્યાને આવતા જથ્થો સીઝ કરાયો છે.
માળીયા તાલુકાના કુંતાસી ગામે વ્યાજબી ભાવની દુકાન ધરાવતા લખમણભાઈ લાલજીભાઈ ભાંભીની દુકાનમાં ગેરરીતીની ફરિયાદો મળતી હોવાથી માળીયા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવ્યું હતું. જેમાં ગેરરીતિઓ ધ્યાને આવતા દુકાનની બહાર પ્રિન્ટ કરેલા ભાવનું બોર્ડ લગાવેલું નથી. NFSA બોર્ડનું પ્રિન્ટ કરીને આપેલું છે, તેમાં જથ્થાની જેમ જ ભાવની વિગતો લખવામાં આવેલી નથી. તેમજ સુચનાનો ભંગ કર્યો હતો.