જેને સુંદર સામુહિક શૌચાલય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ 5 તાલુકામાંથી 2-2 લાભાર્થી મળીને કુલ 10 લાભાર્થીઓને પણ સુંદર વ્યક્તિગત શૌચાલય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોરબીમાં 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત સરપંચનું કરાયું સન્માન - Gujarati News
મોરબીઃ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી દ્વારા આજે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સ્વચ્છતા મિશનમાં સારી કામગીરી કરનારા જિલ્લાના 5 તાલુકામાંથી 1-1 ગામના સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરપંચનું કરવામાં આવ્યુ સન્માન
જિલ્લા કલેકટર આર. જે. માંકડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમારોહમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. ડી. જાડેજા, ભાજપ અગ્રણી જ્યોતીસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા મહોત્સવ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં સફાઈ અંગે જાગૃતતા લાવવા માટે સન્માન સમારોહ યોજાયો હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.