- ગુજરાત ગેસે ગેસનો ભાવ વધારતા ટાઈલ્સના ભાવમાં થયો વધારો
- અચાનક ગેસના ભાવ વધારાના કારણે પેન્ડીંગ ઓર્ડરોમાં મોટું નુકસાન
- ગેસ કંપનીએ જાણ કર્યા વગર 1 ઓક્ટોબરે 10.15 રૂપિયાનો વધારો ઝિંક્યો
મોરબીઃ મોરબી જિલ્લા સિરામીક ઉદ્યોગ માટે જાણીતો છે. ત્યારે હવે ટાઈલ્સના વેપારીઓને ફરી એક વાર ઝટકો લાગ્યો છે. કારણ કે, ગુજરાત ગેસે હાલમાં જ ગેસના ભાવમાં અગાઉથી જાણ કર્યા વગર વધારો કરતા ટાઈલ્સના ભાવ પણ અચાનક વધી ગયા છે, જેના કારણે વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચો-બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આફત, બાજરીના પાકને નુકસાન - ભાવ પણ ઘટ્યા
ગેસ કંપનીએ અચાનક જ ભાવ વધારો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા
મોરબી સિરામીક ઉદ્યોગમાં વપરાતા ગેસનો વપરાશ આશરે દૈનિક 70 લાખ ક્યૂબિક મીટરનો છે, જે ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્લાય કરવામા આવે છે. તેમાં ગેસ કંપની દ્વારા 24 ઓગસ્ટે 4.50 રૂપિયાનો ભાવ વધારો કરતા સિરામીક ઉદ્યોગકારોએ ટાઈલ્સના ભાવ વધાર્યા હતા. ત્યારબાદ ગેસના આંતરરાષ્ટ્રીય ભાવો વધતા ફરીથી ગેસ કંપનીએ 1 ઓક્ટોબરે અચાનક જ અગાઉથી જાણ કર્યા વગર જ 10.15 રૂપિયાનો ભાવ વધારો કરતા સિરામીક ઉદ્યોગકારોને એક્સપોર્ટના પેન્ડિંગ ઓર્ડરોમા કરોડોની મોટી નુકસાની આવી હતી. જ્યારે ડોમેસ્ટિકના પેન્ડિંગ ઓર્ડરોમા પણ મોટી નુક્સાની ભોગવવી પડી હતી. આ ઉપરાંત સિરામીક ઉદ્યોગકારોને ટાઈલ્સમા 20 ટકા જેટલો ભાવવધારો કર્યો હતો, જે હજી માર્કેટ ઠંડુ હોવાથી સ્ટેબલ કરવો ખૂબ જ કઠીન છે.
અચાનક ગેસના ભાવ વધારાના કારણે પેન્ડીંગ ઓર્ડરોમાં મોટું નુકસાન ગેસ કંપનીએ જાણ કર્યા વગર 1 ઓક્ટોબરે 10.15 રૂપિયાનો વધારો ઝિંક્યો આ પણ વાંચો-Damage to crops: કચ્છમાં પાછોતરા વરસાદથી બાગાયતી પાકોમાં નુકસાની
ટાઈલ્સના ભાવ 20થી 25 ટકા વધ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બીજી ઘણી બઘી મુશ્કેલીઓ છે. જેવી કે, કન્ટેનરના ઉંચા ભાડા જીસીસીના દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી હોવાથી 30 ટકા નિકાસમા ઘટાડો આવ્યા છે. તેમ જ ગેસના ભાવો વધતા પ્રોડક્શન કોસ્ટમાં વઘારો થતા હજી નિકાસમા ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે. મોરબી સિરામીકમાં વપરાતા ગેસના ભાવમાં સતત વધારો થયો અને રો-મટિરીયલમાં પણ ભાવ વધારો આવતા અંતે સિરામીક ઉધોગકારોએ ટાઈલ્સના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કર્યો છે, જેમાં વિત્રીફાઈડ ટાઈલ્સ 24 રૂપિયામાં મળતી હતી. તે હવે 27 રૂપિયામાં મળશે. તો મોરબી સિરામીકમાં વર્ષે 50,000 કરોડ ટાઈલ્સનું ટનઓવર હતું. આ ભાવ વધારાથી 25થી 30 ટકા ઉત્પાદનમાં પણ કાપ આવશે. તો એક્પોર્ટમાં પણ ઘટાડો આવે તેવી શક્યતા છે. આથી સિરામીક ઉધોગકારોએ અન્ય ગેસ કંપનીનો ગેસ વાપરવાની છૂટ આપે તેવી આશા સિરામિક ઉદ્યોગકારો રાખી રહ્યા છે.