મોરબી : શહેરના નવલખી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં બે દિવસથી વરસાદ બંધ છે. તેમ છતાં પણ લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયેલા છે. કારણ કે, આ સોસાયટીની પાછળના ભાગમાં મોટા ખેતર આવેલા છે. જે ખેતરની અંદર વરસાદી પાણી ભરાયા છે, તે પાણીનો નિકાલ થાય તેના માટેની કોઈ પણ વ્યવસ્થા છેલ્લા વર્ષોમાં પાલિકા તંત્ર કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી નથી. જેથી કરીને આ સોસાયટીમાં રહેતા અઢીસો જેટલા મકાનના રહેવાસીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. તેઓએ અનેક રજૂઆત કરી છતાં પણ તેનો કોઇ ઉકેલ ન આવતા સોસાયટીના લોકો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ પાણીનો નિકાલ ન થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.
મોરબીની રોયલ પાર્કના રહેવાસીઓ પાણીના નિકાલ મુદ્દે બેઠા ધરણા પર - મોરબી પાલિકાના ચીફ ઓફિસર
મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં બે દિવસથી વરસાદ બંધ છે. તેમ છતાં પણ લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયેલા છે. તે પાણીનો નિકાલ થાય તેના માટેની કોઈ પણ વ્યવસ્થા છેલ્લા વર્ષોમાં પાલિકા તંત્ર કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. જેથી કરીને આ સોસાયટીમાં રહેતા રહેવાસીઓએ રજૂઆત કરી છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. તેમજ પાણીનો નિકાલ ન થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ગઈકાલે રોયલ પાર્ક સોસાયટીના લોકો રજૂઆત લઈને આવ્યા હતા. ત્યારે જ ખાતરી આપી ત્યાં જેસીબી પણ મોકલ્યા હતા. તેમજ તેની બાજુની સોસાયટીમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. આ રોયલ પાર્ક બાજુમાં ખેતર છે જે માલિકીનું છે. જેથી તેમાંથી પાણી કાઢવા માટે માલિકની મંજુરી લેવામાં આવી છે. તે ઉપરાંત રેલવે ની દીવાલ હોવાથી તેને તોડવાની મંજુરી મળી ગઈ છે, જેથી વહેલી તકે કામ શરુ થઇ જશે. તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી આવી રહી છે, જેથી અમુક રાજકરણીઓના ઈશારે આ અનશન શરુ કર્યા છે.