ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદમાં ઈ સ્ટેપની કામગીરી અટકી પડતા વકીલોમાં રોષ

મોરબીઃ  હળવદમાં ઈ-સ્ટેમ્પ કામગીરીમાં કેવી લોલમ લોલ ચાલે છે, તેના સચોટ પુરાવો મંગળવારે જોવા મળ્યા છે. બપોરે લંચ બ્રેક બાદ છેક સાંજે 4 વાગ્યા સુધી જવાબદાર અધિકારીઓ કે કર્મચારી કચેરીમાં જોવા મળ્યા ના હતા. આથી ઈ સ્ટેમ્પ અંગેની કામગીરી કરાવવા માટે વકીલો આંટા મારતા રહ્યા હતા.

By

Published : Apr 3, 2019, 5:17 AM IST

સ્પોટ ફોટો

હળવદમાં ઈ સ્ટેમ્પ કામગીરીમાં કાયમી વકીલોની ફરિયાદો જોવા મળતી હોય છે. સમયસર કામગીરી થતી ના હોવાના કારણેજેથી ભારોભાર નારાજગી જોવા મળતી હતી.જોકે આજે તો ઈ સ્ટેમ્પ કચેરીના કર્મચારીઓએ હદ કરી નાખી હતી. કારણકે લંચ બ્રેક પૂર્ણ થયા બાદ પણ એકાદ કલાકથી વધુ સમય વીત્યા છતાં કચેરી ખાલીખમ જોવા મળી હતી.

કચેરીનો સ્ટાફ બહાર આંટા મારતો હોય અથવા પછી ઘેર હાજર હોય છે.કચેરી રેઢી જોવા મળી હતી જેથી ઈ સ્ટેમ્પ કામગીરી માટે આવેલા વકીલો નારાજ જોવા મળ્યા હતા. તેમની દસ્તાવેજ સંબંધી અંગેની કામગીરી અટકી પડી હતી. આથીવકીલો દ્વારા ઈ સ્ટેમ્પ કામગીરી નિયમિત અને સમયસર કરવા અંગે યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવીછે.

દસ્તાવેજી કામગીરી અટકી પડતા વકીલોમાં રોષ

ABOUT THE AUTHOR

...view details