ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના બગથળા નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં જુગારધામ પર દરોડા - બગથળા

મોરબી બગથળા ગામની સીમમાં આવેલા ઈવા સીન્થેટીક કારખાનામાં સ્ટાફ કવાર્ટરમાં જુગારધામ પર એલસીબી ટીમના દરોડા પાડવામાં આવ્યા હતાં. જયાંથી અધિકારીઓએ જુગાર રમતા 6 ઈસમોને ઝડપી 1.44 લાખની રોકડ રકમ જપ્ત કરી છે.

નમ
નમ

By

Published : Jan 4, 2021, 2:14 PM IST

  • બગથળા ગામની સીમમાં રમાતા જુગારધામ પર એલસીબીના દરોડા
  • 6 આરોપીને ઝડપી 1.44 લાખની રોકડ રકમ જપ્ત

મોરબીઃ મોરબી બગથળા ગામની સીમમાં આવેલા ઈવા સીન્થેટીક કારખાનામાં સ્ટાફ કવાર્ટરમાં જુગારધામ પર એલસીબી ટીમના દરોડા પાડવામાં આવ્યા હતાં. જયાંથી અધિકારીઓએ જુગાર રમતા 6 ઈસમોને ઝડપી 1.44 લાખની રોકડ રકમ જપ્ત કરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બગથળા ગામની સીમમાં આવેલા ઈવા સિન્થેટીક કારખાનાના સ્ટાફ ક્વાર્ટરમાં બીજા માળે જુગાર રમાતો હોય જે બાતમીને પગલે એલસીબી ટીમે દરોડા પાડયા હતાં. જેમાં જુગાર રમતા હરજીવનભાઈ પટેલ, પ્રાણજીવન પટેલ, અરવિંદભાઈ પટેલ, હરજીવનભાઈ પટેલ, ભાણજીભાઈ પટેલ, જયેશભાઈ પટેલ એમ 6 ને ઝડપી લઈને રોકડ રકમ રૂ 1,44,500 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details