મોરબી SOG શાખામાં GRD તરીકે ફરજ બજાવતા નરેશભાઈ હડિયલના દિકરા પ્રીત હડિયલને જન્મજાત સંભાળવાની તકલીફ હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ સાવ સામાન્ય છે તથા દીકરાની સારવાર કરાવી છતાં કોઈ ફર્ક ન પડતા જે અંગે GRD જવાને SOGના PI જે.એમ.આલને જાણ કરતા SOGના PIએ GRD જવાનના પુત્રને અમદાવાદ તેમજ ભુજના કાનના ડોક્ટર પાસે રીપોર્ટ કરાવ્યા.
મોરબી પોલીસ અધિકારીએ ગરીબ પરિવારને મદદ કરી માનવતા મહેકાવી
મોરબીઃ જિલ્લામાં SOGમાં ફરજ બજાવતા GRDના જવાનની આર્થિક સ્થિતિ નબળી હોય અને તેના બાળકને સાંભળવાની તકલીફ હોય જેથી SOGના PIએ બાળકના રીપોર્ટ કરાવીને તેને કાનનું મશીન લઇ આપીને માનવતા મહેકાવી હતી.
મોરબી SOGના PI ગરીબ પરિવારને મદદ કરીને માનવતા મહેકાવી
બાદમાં મોરબીની એપલ હોસ્પિટલમાં કાનનાં ડોક્ટર પાસે સારવાર કરાવી 54 હજારની કિમતનું કાનનું મશીન તથા જરુરી દવા લઇ આપીને GRD જવાનના પરિવારને મદદ કરી હતી જેને પગલે GRD જવાનના પરિવારે માનવતાવાદી PIનો આભાર વ્યક્ત કર્યો હતો.