- કોરોનાની સ્થિતિ કાબુ બહાર
- વહીવટી તંત્ર કામગીરી ગ્રાઉન્ડ પર બતાવે: કાંતિ અમૃતીયા
- પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર વચ્ચે શાબ્દિક ટપાટપી
મોરબી: શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર હોય તેવી સ્થિતિમાં રોજ સેંકડો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. છતાં આરોગ્ય વિભાગ જાણે કંઈ જ બન્યું ન હોય તેમ રાબેતા મુજબની રૂટિન કાર્યવાહી કરી રહ્યું છે અને જિલ્લા વહીવટીતંત્ર પણ હાથ ઉપર હાથ ધરીને બેસી જતા મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા આવી સ્ફોટક સ્થિતિ જોતા ઉકળી ઉઠ્યા છે.
વહીવટી તંત્ર કામગીરી ગ્રાઉન્ડ પર બતાવે: કાંતિ અમૃતીયા આ પણ વાંચો:રાજકોટમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ: આરોગ્ય સચિવ ફરી રાજકોટ આવ્યા
જિલ્લા કલેક્ટર સિવિલ હૉસ્પિટલની મુલાકાતે
જિલ્લા કલેક્ટર પોતાની ટીમ સાથે મોરબી સિવિલ હૉસ્પિટલની મુલાકાતે ગયા હતા અને બરાબર આ જ સમયે પૂર્વ ધારાસભ્ય કાનાભાઇ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી બેડની સંખ્યા વધે તે માટે મોરબી કલેક્ટરને આડે હાથ લઈ શાબ્દિક બાણ છોડતા ઘડી બે ઘડી માટે હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો હતો અને કાનાભાઇએ અસલ કલર દેખાડી અધિકારીઓને પૈસા ખાવા સિવાય કંઈ રસ જ ન હોવાનો ટોણો મારતા ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો:સુરતમાં રત્નાકલાકારો બની રહ્યા છે કોરોનાનો શિકાર, મનપા કમિશનરે તાકીદે બેઠક યોજી
સરકાર સુવિધા આપવા પ્રયાસ કરી રહી હોવાનો પૂર્વ ધારાસભ્યનો દાવો
આ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ આ ઘટનાને સમર્થન આપી મોરબી જિલ્લાના લોકો હેરાન ન થયા તે માટે પોતે પ્રયત્નશીલ હોવાનું અને નાયબ મુખ્યપ્રધાન સહિતના અગ્રણીઓ સાથે સતત સંપર્કમાં રહી મોરબી માટે તમામ સુવિધા શરૂ કરાવી દર્દીઓ હેરાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવું જણાવ્યું હતું.