ગુજરાત

gujarat

ETV Bharat / state

દરિયાકિનારે મીઠાની ખેતીની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવા પ્રતિક ધરણા - gujarati news

મોરબીઃ માળિયા તાલુકાના દરિયાકાંઠાના રણ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી મીઠીની ખેતી કરવાની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલી રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવવા મહિલા સંસ્થાઓ દ્વારા આંદોલનનના આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા એક દિવસના પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. ત્યારે આ સ્થળની નાયબ વન સંરક્ષકે  મુલાકાત લઈ યોગ્ય પગલા ભરવાની ખાતરી આપી છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 2, 2019, 1:50 PM IST

માળિયાના સાગરકાંઠા વિસ્તારમાં નવલખી બંદરથી લઈ ટીકર રણ સુધી 15 જેટલા માછીમારી કાંઠા આવેલ છે. જેમાં 12 હજાર જેટલા પરિવારો માછીમારીના વ્યવસાયથી પોતાનુ ગુજરાન ચલાવે છે. રણ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી મીઠું પકવવા રણ વિસ્તારમાં મોટા મોટા માટીના પાળાઓ તથા મોટાપાયે ખોદકામ કરવામાં આવ્યુ છે. આ કારણે ઘણી ખાડી બંધ થઈ ગઈ છે અને પાણીની અવરજવર બંધ થતા માછીમારીનો વ્યવસાય પડી ભાંગ્યો છે.

આ ખોદકામ, પાળા બનાવવા કે અગર માટેની કોઈ લીઝ કે મંજુરી ન હોવા છતાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ રણ વિસ્તારમાં થઇ રહી છે. જેથી આવી પ્રવૃતિઓ રોકવાની માંગ સાથે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી ન થતા રજૂઆત સાથે આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા એક દિવસના પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા.આંદોલનને પગલે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષકે સ્થળની મુલાકાત લીધી હતી અને રજૂઆત સાંભળી હતી.

માછીમારોના ધંધા છીનવાય ના જાય તે માટે આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળી લી. અને માળિયા મહિલા શક્તિ સંગઠન જેવી સંસ્થાઓ લડત ચલાવી રહી છે. હાલ નાયબ વન સંરક્ષક દ્વારા કાર્યવાહીની મૌખિક ખાતરી આપવામાં આવી હતી. જોકે સંસ્થાઓએ લેખિત ખાતરીનો આગ્રહ રાખ્યો હતો તે ન મળતા આગામી દિવસોમાં ગાંધીનગરમાં આંદોલન કરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details