ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળલગ્ન રોકવા સમાજ સુરક્ષા ટીમ હવે સમૂહલગ્નમાં કરશે સરપ્રાઈઝ ચેકિંગ - Small Age married

મોરબીઃ જિલ્લાના ગામોમાં કે શહેરમાં કોઈ વિસ્તારમાં બાળ લગ્ન થતા જોવા મળે તો, તુરંત સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે તેની જાણ જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી મોરબી જીલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નં ૦૫/૯ મોરબી ખાતે જાણ કરવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ જણાવ્યું છે.

સમાજ સુરક્ષા ટીમ

By

Published : May 5, 2019, 9:40 PM IST

તેમણે વધુમાં જણાવ્યું છે કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ દીકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને દીકરાના લગ્ન 21 વર્ષ પહેલા થાય તે બાળલગ્ન અધિનિયમ મુજબ સજાને પાત્ર ગુન્હો છે અને સામાજિક દુષણ પણ છે બાળ લગ્નના કારણે સમાજમાં નાની દીકરીઓના આરોગ્ય પર વિપરીત અસર થાય છે તેથી આવા બાળલગ્ન અટકાવવા જરૂરી છે.

બાળ લગ્ન અટકાયતની જાણ કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી ફોન નં ૦૨૮૨૨ ૨૪૨૫૩૩ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એ એફ પીપલિયા મો નં ૯૯૭૯૨ ૮૭૫૦૧, પ્રોબેશન ઓફિસર એસ વી રાઠોડ મો ૯૪૨૯૫ ૬૫૯૯૬, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયા મો ૯૪૨૭૫ ૧૨૮૩૬ લીગલ કમ પ્રોબેશન ઓફિસર રંજનબેન મકવાણા મો ૯૫૧૨૦ ૮૫૪૪૪ તેમજ પોલીસ કંટ્રોલ નંબર ૧૦૦ અને અભયમ મહિલા હેલ્પલાઈન 181 પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details