ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના વતની પોલીસકર્મીનું અકસ્માતમાં અવસાન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ - મોરબી અકસ્માતના સમાચાર

વાંકાનેરના વતની પોલીસ જવાનનું રાજકોટમાં અકસ્માત બાદ મૃત્યુ થયું હતું. જે બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી.

વાંકાનેરના વતની પોલીસકર્મીનું અકસ્માતમાં અવસાન
વાંકાનેરના વતની પોલીસકર્મીનું અકસ્માતમાં અવસાન

By

Published : Jul 28, 2020, 10:05 PM IST

વાંકાનેર : મળતી માહિતી મુજબ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 54 વર્ષીય અશ્વિનભાઈ પોપટભાઈ મદ્રેસાણીયાનું રાજકોટ એરપોર્ટ પાસે અકસ્માતમાં મૃત્યું થયું હતું. અકસ્માતમાં મૃત્યું પામેલા પોલીસકર્મી વાંકાનેરના કુંભારપરા નજીક ગાયત્રી ચોકમાં રહેતા હતા.

પોલીસ જવાન તબિયત નાદુરસ્ત હોવાથી વતનમાં દવા લેવા માટે નીકળ્યા હતા ત્યારે કાર લઈને આવતા હતા ત્યારે હાર્ટ એટેક આવતા કાર પરનો કાબુ તેમણે ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેથી ઘટનાસ્થળે જ પોલીસકર્મીનું મોત થઇ ગયું હતું. જેને પગલે પોલીસકર્મચારીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details