ગુજરાત

gujarat

ETV Bharat / state

અજાણ્યા શખ્સોએ યુવાન સહિત બે લોકો પર છરી-ધોકા વડે હુમલો કર્યો, એકનું મોત

ગુરૂવારે મોડી રાત્રે વાંકાનેરના મહિકા ગામની સીમમાં મચ્છુ ડેમ તરફ જતા રોડ પર અજાણ્યા શખ્સોએ યુવાન સહિત બે લોકો પર છરી, પાઈપ અને ધોકા વડે પર હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનનું મોત થયું હતું અને અન્ય એકને ઈજા પહોંચી હતી. પોલીસે આ મામલે ત્રણ અજાણ્યા શખ્સો સહિત 6 સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અજાણ્યા શખ્સોએ યુવાન સહિત બે લોકો પર છરી-ધોકા વડે હુમલો કર્યો, એકનું મોત
અજાણ્યા શખ્સોએ યુવાન સહિત બે લોકો પર છરી-ધોકા વડે હુમલો કર્યો, એકનું મોત

By

Published : May 21, 2021, 5:26 PM IST

  • અજાણ્યા શખ્સોએ યુવાન સહિત 2 લોકો પર કર્યો હતો હુમલો
  • પોલીસે ત્રણ સહિત છ લોકો સામે ગુનો નોંધ્યો
  • પોલીસે એક આરોપીની કરી અટકાયત

મોરબીઃવાંકાનેરના મહિકા ગામની સીમમાં મચ્છુ ડેમ તરફ જતા રોડ પર ગુરુવારે મોડી સાંજના સુમારે અજાણ્યા શખ્સોએ યુવાન સહિત બે લોકો પર છરી, પાઈપ અને ધોકા વડે પર હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનનું મોત થયું હતું જયારે અન્ય એકને ઈજા પહોંચી હતી. આ બનાવ મામલે પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સહિત 6 સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ રાજકોટ RTO નજીક રેડિયમ નંબર પ્લેટના ધંધાર્થીની હત્યા, પોલીસ તપાસ શરૂ

વાંકાનેર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટના કોઠારિયા રોડ પરના રહેવાસી અંકુર રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ગોહિલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી એજાજ ઉર્ફે અજુ હનીફ પાયકના ભાઈ સાહિલની ગત તા. 15-11-19ના રોજ રાજકોટ RTO પાસે હત્યા થઇ હતી. જેમાં રાહુલ રાજેશભાઈ અને ઈજા પામનાર નીતિન માધવજી આરોપી હોય અને કોર્ટમાંથી જામીન મુક્ત થતાં આરોપી એજાજ ઉર્ફે અજુ હનીફ પાયકે એજાજ ઉર્ફે અજુ હનીફ પાયક, સોહિલ નુરમામદ કાબરા અને નિજામ નુરમહમદ હોથી રહે ત્રણેય રાજકોટ વાળા અને ત્રણ અજાણ્યા શખ્સોએ હથિયારો સાથે એક ગાડી અને મોપેડમાં આવ્યા હતા.

ટ્રક રોડ પર રોકાવી કર્યો હુમલો

જેને ફરિયાદી અંકુરભાઈએ રાહુલનો ટ્રક રોડ પર રોકાવી પથ્થર વડે ટ્રકના કાચ તોડી નુકસાન કર્યું હતું. તેમજ રાહુલ અને નીતિનને ટ્રકમાંથી નીચે ખેંચી પાઈપ, ધોકા અને છરી વડે હુમલો કરી દેતા રાહુલ (ઉ.વ.25)નું મોત થયું હતું. જયારે નીતિનને ઈજા પહોંચી હતી. વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ સુરતમાં બે વર્ષ પહેલા એક યુવકની હત્યા કરનારા શખ્સનો મૃતદેહ મળ્યો

પોલીસે જુદી જુદી ટીમો બનાવી

વાંકાનેરમાં ખૂની ખેલ પાછળ ભાઈની હત્યાનો બદલો કારણભૂત હોવાનું ખુલ્યું છે. ભાઈનાં હત્યારા યુવાનને પતાવી દેવા 6 શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. પોલીસે હત્યારાઓને ઝડપી લેવા જુદી જુદી ટીમો બનાવી તપાસ ચલાવી છે

એક આરોપીને પોલીસ પકડમાં

હત્યા કરનારા આરોપીઓ પૈકી એક આરોપી નિજામ નુરમહમદ હોથી નામના શખ્સને પોલીસે રાજકોટ ખાતેથી દબોચી લીધો છે અને કોવિડ ટેસ્ટ કર્યા બાદ આરોપીની ધરપકડ કરાશે તેમ વાંકાનેર તાલુકા PSI આર. પી. જાડેજાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details