ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં પ્રેમલગ્ન કરનાર બહેન-બનેવીને જાનથી મારી નાખવાની ધમકી - Gujarat

મોરબીઃ વાંકાનેરના લાકડાધાર ગામે યુવાને બહેન-બનેવીને માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામાપક્ષે સાળાએ તેના બનેવી સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે.

wakaner

By

Published : Mar 29, 2019, 12:15 PM IST

વાંકાનેરના લાકડાધાર ગામના રહેવાસી હંસા જખાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનાપ્રેમલગ્ન તેમના ભાઈ જીલુ સાડમીયાને પસંદ આવ્યા ન હતા.ફરિયાદી હંસાબેન અને તેમના પતિ ઈશ્વરભાઈને અપશબ્દો બોલી, લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમણેફરિયાદ નોંધાવી છે.


જ્યારે સામાપક્ષે જીલુ સાડમીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી બનેવી ઈશ્વરભાઈ જખાણીયાનો હાથ ભાંગી ગયો છે, તે કામધંધો કરતા ન હોવાથી ફરિયાદી તેની બેનને તેડવા માટે ગયો હતો. તે સમયે આરોપીએ અપશબ્દો બોલી માર મારી ફરી વખત તેડવા આવશે, તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details