ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં દારૂ પર તાવાઈ જારી, માળિયા હાઈવે પરથી 18 લાખનો દારૂનો ઝડપાયો

માળિયા હાઈવે પરથી પસાર થતા ટ્રકને આંતરી માળિયા પોલીસે તલાશી લેતા દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ ટ્રકમાંથી 18 લાખથી વધુની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક અને દારૂ સહીત કુલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી છે.

Police caught a huge amount of liquor from the Malia highway
માળિયા હાઈવે પરથી 18 લાખનો દારૂનો ઝડપાયો

By

Published : Feb 13, 2020, 3:56 AM IST

મોરબીઃ માળિયા પીએસઆઈ જી. વી. વાણીયાની ટીમના મનસુખભાઈ મંઢને બાતમી મળી હતી કે, હળવદ માળિયા હાઈવે પરથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાની છે. આ બાતમીને આધારે ટીમના જે. કે. ઝાલા, વિપુલ ફૂલતરીયા, વિજય દાન ગઢવી, આશિષ રેહન, ખાલીદ ખાન સહિતની ટીમ પેટ્રોલિંગ દરમિયાન અણીયારી ટોલનાકા પાસેથી પસાર થતા આઈસરને આંતરી તલાશી લેતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂ અને બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

ગુજરાતમાં દારૂ પર તાવાઈ જારી, માળિયા હાઈવે પરથી 18 લાખનો દારૂનો ઝડપાયો

આ મુદ્દામાલ કબ્જે લઈને પોલીસે ગણતરી કરતા વિદેશી દારૂની વિવિધ બ્રાંડની બોટલ નંગ 2,568 કિંમત રૂપિયા 7,70,400, દારૂની બોટલ નંગ 300 કિંમત રૂપિયા 1,20,000, સફેદ દારૂની બોટલ નંગ 444 કિંમત રૂપિયા 1,77,600 અને બોટલ નંગ 4,560 કિંમત રૂપિયા 4,56,000 અને બિયર નંગ 2832 કિંમત રૂ 2,83,200 તેમજ આઈસર ટ્રક કિમત રૂપિયા 10 લાખ સહીત કુલ રૂ 28,12,700ની કિમતનો મુદ્દમાલ જપ્ત કર્યો છે. ટ્રકમાં સવાર આરોપી જગદીશકુમાર શ્રીરામમહેરસિંગ ખાતીજ (રહેવાસી) દિલ્હી અને સંતોષ શ્રીપાલસિંગ રાજપૂત (રહેવાસી યુપી) એમ બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. તેમજ દારૂનો જથ્થો કોને મંગાવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો. તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details