મોરબી : મોરબી એ ડીવીઝન પીઆઈ આર.જે.ચૌધરી અને પીએસઆઈ બી.ડી.પરમારની ટીમ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા વિવિધ રસ્તાઓ પર ચેકપોસ્ટ બનાવાઈ છે. તેમજ વાહન ચેકિંગ અને સતત પેટ્રોલિંગ ઉપરાંત સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
લોકડાઉનમાં મોર્નિંગ વૉક... પોલીસે મહિલા, પુરુષ સહિત 16ને ઝડપ્યા - મોરબી કોરોના અપડેટ
કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉન વચ્ચે મોરબીમાં સવારે મોર્નિંગ વૉક કરવા નીકળેલા મહિલા અને પુરુષ સહિત 16 લોકોને પોલીસે ઝડપી લીધા હતા.
લોકડાઉનમાં મોર્નિંગ વૉક...મહિલા, પુરુષ સહિત પોલીસે 16ને ઝડપ્યા
આજે મોરબી જીઆઈડીસી નાકા પાસે કેટલીક મહિલાઓ અને પુરુષો લોકડાઉન દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરીને મોર્નિંગ વૉક કરતા કેમેરામાં કેદ થતા તુરંત પોલીસે સ્થળ પર પહોંચીને મહિલાઓ અને પુરુષો મળીને કુલ 16 વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.