મોરબી તાલુકાના નાની વાવડી ગામે ફિલ્મી ઢબે અપહરણ કરીને મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફરિયાદી ભરત પરસુમીયા તથા એમના મિત્ર દીપકને મંગળવારે સાંજે વાવડી રોડ સ્થિત દુકાનની બહાર બેઠા હતા. ત્યારે GJ 10 BR 6964 સ્કોર્પીઓ અને GJ 36 R 0222 નંબરની ફોર્ડ કાર લઇને આવેલા શખ્સો બન્ને મિત્રોનું અપહરણ કર્યુ હતું.
ફિલ્મી ઢબે અપહરણ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ - ફિલ્મી ઢબે અપહરણ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી
મોરબી: નાની વાવડી ગામમાં ફિલ્મી ઢબે અપહરણ કરનાર આરોપીની ધરપકડ થઈ છે. ફરિયાદી ભરત પરસુમીયા અને તેના મિત્રનુંં અપરણ કરીને તેમને જાનથી મારવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીએ તેમને સામાન્ય ઈજા પહોચાડી છોડી મૂ્ક્યાં હતા. આ ઘટના બાદ ભરતે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદના આઘારે આરોપીની તપાસ કરી ધરપકડ હતી.
આરોપીની પોલીસે ધરપકડ કરી
આરોપીએ ભરતભાઈ અને દિપકભાઈને કોઈ છોકરા અને છોકરી અંગે પૂછપરછ કરી હતી. અને ત્યારબાદ બન્ને મિત્રોને સામાન્ય ઈજા પહોંચાડી છોડી મૂક્યાં હતા. તેમજ પોલીસ ફરિયાદ કરવા પર જાનથી મારવાની ઘમકી આપી હતી.
આ ઘટના બાદ ફરિયાદી ભરત અને દિપકે આરોપી ભરત રબારી, રામસિંગ રબારી, મહાદેવ રબારી, હિતેશ રબારી, વિનોદ રબારી અને મનોજ રબારી વિરૂધ મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.