ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા અને ગંદકી ફેલાવતા 86 વેપારીઓને દંડ - plastic zumbesh

મોરબીઃ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ સામે લાલ આંખ કરીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે, સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ સહીત ત્રણ દિવસમાં કુલ 86 વેપારીઓને દંડ ફટકાર્યો છે, અને પાલિકાની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે.

મોરબીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરનાર 86 વેપારીઓને દંડ

By

Published : Jun 1, 2019, 8:30 AM IST

મોરબી નગરપાલિકાના સેનિટેશન વિભાગના કૃષ્ણસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ, ધીરૂ સુરેલા અને જનકસિંહ સહિતની ટીમ દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝુંબેશ અંતર્ગત ટીમ દ્વારા છેલ્લા 3 દિવસથી ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેમાં જ્યાં ત્યાં ગંદકી ફેલાવતા વેપારીઓ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનાર વેપારીઓને દંડ ફટકારી રહ્યા છે.

આ ઝુંબેશ અંતર્ગત પ્રથમ દિવસે 30 વેપારીઓને 14,500નો દંડ, ગઈકાલે 26 વેપારીઓને 2600નો દંડ અને આજે પાલિકાની ટીમ દ્વારા 30 વેપારીઓને 3000નો દંડ ફટકારવામાં આવ્યો છે. વેપારીઓને દંડ ફટકારવા ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અને પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી ઉપરાંત ગંદકી કરનાર વેપારીઓ સામે પાલિકાના સેનિટેશન વિભાગે લાલ આંખ કરી છે.

મોરબીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરનાર 86 વેપારીઓને દંડ

ABOUT THE AUTHOR

...view details