ગુજરાત

gujarat

By

Published : Jul 1, 2020, 10:49 AM IST

ETV Bharat / state

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મોરબી જિલ્લામાં કોરોનાના સતત કેસો વધી રહ્યાં છે, ત્યારે આરોગ્ય તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મોરબીના પુનીતનગરનો યુવાન તેમજ અવની ચોકડીના ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે.

Morbi
મોરબી

મોરબી: કબીર ટેકરી વિસ્તારના રહેવાસી 75 વર્ષના વૃદ્ધને રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારે મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

જેમાં દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધ્યાનમાં આવી નથી. હાલ દર્દી રાજકોટ સિવિલમાં સારવારમાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details