ગુજરાત

gujarat

ETV Bharat / state

રબારી અને ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાજીના જયઘોષ સાથે મચ્છુ માતાજીની રથયાત્રાનું થયું પ્રસ્થાન - પોલીસ રથયાત્રાનું નિરીક્ષણ

મોરબીમાં અષાઢી બીજના(Ashadhi Beej Morbi) પાવન પર્વે મચ્છુ માતાજીના પરંપરાગત રીતે રથયાત્રા નીકળી હતી. રબારી ભરવાડ સમાજેના મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રામાં(Machhu Mataji Rathyatra) જોડાયા હતા. રથયાત્રા વિના વિધ્ને શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે રથયાત્રાનું નિરીક્ષણ SPઅને DYSP સુરક્ષાની જનાબદારી સંભાળી રહ્યા હતા.

રબારી અને ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાજીના જયઘોષ સાથે મચ્છુ માતાજીની રથયાત્રાનું થયું પ્રસ્થાન
રબારી અને ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાજીના જયઘોષ સાથે મચ્છુ માતાજીની રથયાત્રાનું થયું પ્રસ્થાન

By

Published : Jul 1, 2022, 5:37 PM IST

મોરબી:જિલ્લામાં આજે(શુક્રવારે) અષાઢી બીજના(Ashadhi Beej Morbi) પાવન પર્વે મચ્છુ માતાજીના(Machhu Mataji Rathyatra) જયઘોષ સાથે પરંપરાગત રીતે ભવ્ય રથયાત્રા નીકળી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળ્યા બાદ મચ્છુ માતાજીના જયઘોષ સાથે રબારી ભરવાડ સમાજે પરંપરાગત પોષાકમાં સજ્જ થઈ રાસ-ગરબા, ટીટોડો અને હુડોની રમઝટ બોલાવી હતી. રથયાત્રાના દરેક રૂટ પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નિર્ધારિત રૂટ પર ઠંડા પીણાં, શરબત, લસ્સીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારી બાદ પ્રથમ વખત મુક્ત વાતાવરણમાં રથયાત્રા યોજાતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

રથયાત્રામાં મોટી સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા

આ પણ વાંચો:Jagannath Rath Yatra 2022: ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી આવ્યા ખાસ વાઘા, હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતિક

પરંપરાગત વસ્ત્રો, નાચ-ગાન સાથે માલધારી સમાજ શોભાયાત્રામાં જોડાયા -મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલા મચ્છુ માતાજીની જગ્યાએથી આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સમસ્ત રબારી અને ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાજીના જયઘોષ સાથે ભવ્ય મચ્છુ માતાજીની રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ રથયાત્રાનું સમાજના ધર્મગુરૂ ઘનશ્યામપુરી મહારાજના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા. હાલારની લુપ્ત થતી સંસ્કૃતિ(Machhu Mataji Rathyatra Importance) ટીટોડો, હુડો, રાહદાની ડીજેના તાલે ધૂમ મચાવી હતી. રથયાત્રા હૈયે હૈયું દળાઇ તેટલી જનમેદની ઉમટી પડી છે. આ રથયાત્રા મુખ્યમાર્ગો ઉપર ફરીને દરબારગઢ ખાતે આવેલા મચ્છુ માતાની જગ્યા ખાતે પૂર્ણ થઇ છે. રથયાત્રા વિના વિધ્ને શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે પોલીસે દરેક રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. SPઅને DYSP રથયાત્રાનું નિરીક્ષણ(Inspection of police rathyatra) કરી સુરક્ષાની કમાન સંભાળી રહ્યા છે.

આ પણ વાંચો:ભાવનગરમાં રથયાત્રાને લઈને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઈ

રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાને પુષ્પવર્ષા કરી રથયાત્રાના વધામણા કર્યા - રથયાત્રાની શહેરના મુખ્ય માર્ગો પર ફરી ત્યારે મુસ્લિમ વિસ્તારોમાં સમાજના મોભીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવકારવામાં આવી હતી. પ્રથમ વખત મોરબીમાં રથયાત્રામાં કોમી એકતાના દર્શન થયા હતા. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અષાઢી બીજની માલધારી સમાજના આગેવાનોને શુભકામનો પાઠવીને મો મીઠું કરાવવામાં આવ્યું હતું. રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ પણ શહેરના નહેરુ ગેટ ચોક ખાતે રથયાત્રાનું સ્વાગત કરીને ફૂલોનો વરસાદ વરસાવ્યો હતો. અષાઢી બીજના સૌને રામ રામ કરીને મોરબી અને ગુજરાત તેમજ ભારતભરમાં સારા વરસાદ માટે માં મચ્છુને પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details