ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની પાવડીયારી કેનાલ નજીક ક્રેઇનની અડફેટે વૃદ્ધનું મોત - ravi motvani

મોરબીઃ જિલ્લાના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ નજીક રિક્ષાની રાહમાં ઉભેલ વૃદ્ધ ક્રેઇનના જોટામાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીની પાવડીયારી કેનાલ નજીક ક્રેઇનની હડફેટે વૃદ્ધનું મોત

By

Published : Jun 25, 2019, 11:14 PM IST

મળતી વિગત મુજબ, મોરબીના જેતપર ગામે રહેતા ગણેશ પરમાર જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે રિક્ષાની રાહ જોઇને ઉભા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતા GJ5 CE 6876 નંબરના ક્રેઇન વાહનના ચાલકે વૃદ્ધને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સુરેશ ગણેશ પરમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જેતપર રોડ પર સિરામિક એકમો આવેલ હોવાથી અને દરરોજ હજારો વાહનચાલકો રોડ પરથી પસાર થતા હોવાથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. છાશવારે સર્જાતા અકસ્માતમાં માનવ જિંદગી હોમાઈ રહી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details