ગુજરાત

gujarat

ETV Bharat / state

શાળા-કોલેજમાંથી ડોમ અને પ્લાસ્ટિકના છાપરા હટાવવા NSUIની માંગ - MBR

મોરબીઃ સુરતની દુર્ઘટના બાદ શાળા-કોલેજો અને ટ્યુશન કલાસીસમાં ફાયર સેફ્ટી સુવિધા માટે તંત્ર જાગૃત બન્યું છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે NSUI દ્વારા મોરબીના જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવીને શાળા-કોલેજોમાં ડોમ અને પ્લાસ્ટીકના છાપરા દુર કરવાની માંગ કરી છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 6, 2019, 9:22 PM IST

મોરબી જિલ્લા NSUI પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ જેવા વિસ્તારમાં શાળા અને કોલેજમાં જે ડોમ બનાવી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બેસાડવામાં આવે છે તે બિલકુલ અસુરક્ષિત છે.

શાળા-કોલેજમાંથી ડોમ અને પ્લાસ્ટિકના છાપરા હટાવવા NSUIનીમાંગ

ફાયર અને સેફટીના કોઈ સાધનો હાજર નથી હોતા થોડા સમય પૂર્વે જ સુરતમાં જે દુર્ઘટના સર્જાઈ હતી તેવી મોરબીમાં બને શું તંત્ર તેની રાહ જુએ છે ? તેમ જણાવીને સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં ડોમ ઉતારતા હોય તો મોરબીમાં કેમ નહિ ? જો કોઈ એવી દુર્ઘટના મોરબીમાં બનશે તો એના માટે જવાબદારી તંત્રની રહેશે. જેથી 8 દિવસની અંદર આવી સંસ્થા સામે કાયદેસર પગલા લેવામાં નહિ આવે તો મોરબી જિલ્લા NSUI તેના સામે ઉગ્ર વિરોધ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સાથે જ મોરબી જિલ્લાની અંદર ગેરકાયદેસર ચાલતા તમામ કોચિંગ ક્લાસ પણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details