ગુજરાત

gujarat

ETV Bharat / state

ટંકારા કોર્ટમાં હાર્દિક પટેલ હાજર ન રહેતા બિન જામીન પાત્ર વોરંટ ઇસ્યુ

ટંકારામાં 2017માં પાસ દ્વારા મંજૂરી વગર જાહેરસભા યોજવામાં આવતા 34 લોકો સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધાયો હતો. જેમાં 30 જેટલા આરોપીઓ હાજર રહ્યા હતા. પરંતુ હાર્દિક પટેલ હાજર ના રહેતા બિન જામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

By

Published : Jan 31, 2020, 6:02 PM IST

hardik
ટંકારા

મોરબી : ટંકારામાં 2017માં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પાસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, તે સભાની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં પણ જાહેરસભા યોજવામાં આવતા હાર્દિક પટેલ, લલિત વસોયા, રેશમા પટેલ, વરુણ પટેલ, લલિત કગથરા સહિતના 34 લોકો માટે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધાયો હતો.

ટંકારા કોર્ટમાં હાર્દિક પટેલ હાજર ન રહેતા બિન જામીન પાત્ર વોરંટ ઇસ્યુ

જેની ટંકારા કોર્ટમાં મુદત હોવાથી પૂર્વ પાસ અગ્રણી રેશમા પટેલ, વરુણ પટેલ, ગીતાબેન પટેલ, ધારાસભ્ય લલિત કગથરા, જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા સહિતના 30 જેટલા આરોપીઓ હાજર રહ્યા હતા. તેમાં કોર્ટ આગામી 2 માસ સુધીનો સમય આપ્યો છે. તો હાર્દિક પટેલ, લલિત વસોયા, અમિત ઠુમ્મર અને મનોજ કાલરીયા કોર્ટમાં હાજર ન રહેતા બિન જામીન પાત્ર વોરંટ કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત 34 માંથી એક આરોપી પ્રકાશ પટેલ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. તેમજ પ્રકાશ સવસાણી અને રાણાભાઈ ભરવાડએ પોતાનો ગુન્હો કબુલી લીધો હોવાની માહિતી મળી હતી. આ કેસમાં કોર્ટ દ્વારા 2 માસની મુદત આપવામાં આવી છે. તેમજ આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ પુજબને જોશી અને આરોપી પક્ષે મુકેશભાઈ બારૈયા રોકાયેલા હતા.

For All Latest Updates

TAGGED:

Hardik Patel

ABOUT THE AUTHOR

...view details