- એક જ અઠવાડિયામાં મોરબીમાં હત્યાનો ત્રીજો બનાવ
- મોહસીન નામનો આરોપી મૃતકને ગાળો બોલતો હતો
- ગાળો બોલવાની ના કહેતા આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો
મોરબી: મોરબી શહેર (morbi city) અને જીલ્લો એક સમયે ઉદ્યોગ વેપાર માટે વિશ્વ વિખ્યાત હતો. જો કે હવે મોરબી શહેર ક્રાઈમ નગરી (crime city) તરીકે જાણીતું બન્યું છે, જ્યાં હત્યા જેવા બનાવો સામાન્ય બની રહ્યા છે. શહેરના માળિયા વનાળીયા સોસાયટી (maliya vanaliya society)માં નજીવી બાબતે યુવાનની હત્યા કરવામાં આવી હતી જે બનાવ બાદ સોમવારે મોડી રાત્રીના નજીવી બાબતે પંચાસર ચોકડી (panchasar chokdi) પાસે યુવાનની તીક્ષ્ણ હથિયાર (sharp weapon)ના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં એક પછી એક હત્યાનો સિલસિલો યથાવત
ક્રાઈમ નગરી મોરબીમાં છેલ્લા એક સપ્તાહ કરતા પણ ટૂંકા સમયમાં હત્યાનો ત્રીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં અગાઉ પ્રેમજીનગર (premjinagar) ગામે થયેલા ખૂની હુમલામાં ઘવાયેલા યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. ત્યારબાદ માળિયા વનાળીયા સોસાયટીમાં યુવાનની હત્યા કરાઈ હતી. તો સોમવારે રાત્રીના સુમારે પંચાસર ચોકડીએ ખૂની ખેલ ખેલાયો હતો, જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નવઘણ હરેશભાઈ અજાણ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક ઇસમે હત્યા નીપજાવી હતી.
એક જ અઠવાડિયામાં હત્યાના 3 બનાવ