મોરબી:દિનપ્રતિદિન ગુનાઓના કેસોમાં વધારો થતો જાય છે, ચોરીની સાથે હત્યાના બનાવ પણ સતત વધી રહ્યાં છે. કહેવાય છે ને કે કળિયુગમાં કોઇ ભરોસા પાત્ર નથી તેવું જ ઉદાહરણ મોરબી જિલ્લામાં બન્યું છે. મોરબીના શનાળા રોડ પર આરાધના સોસાયટીમાં એક વૃદ્ધની ઘરે ચોરી કરવા માટે એક પાડોશી ઘુસી આવ્યો હતો, પરંતુ કંઇ ના મળતા તેને વૃદ્ધની હત્યાં કરવાની આંશકા લગાવામાં આવી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
જાણો પૂરી ઘટના વિશે
હાલ અમદાવાદ સ્થિત નિમિષા વિરલ શાહે પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી છે કે, પરિવારના સભ્યો ગોવા લગ્ન પ્રસંગમાં ગયેલા હોય અને મારા પિતા દિનેશ અમૃતલાલ મહેતા ઘરે એકલા હોય જેની જાણ હોવાથી એકલતાનો લાભ લઈને પાડોશમાં રહેતો કલ્પેશ ઉર્ફે ઘોઘા મુળજી કણઝારીયા નામનો શખ્સ ઘરમાં ચોરી કરવાના ઈરાદે (Intention to steal) બપોરના 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યાની આસપાસ ઘરમાં ઘુસી આવ્યો હતો અને ચોરીની કોશિશ કરતા ઘરમાં કોઈ દાગીના રાખેલા ના હોવાથી અને દિનેશ અમૃતલાલ મહેતા વૃદ્ધ હોય અને ઘરે હાજર હોય જેથી માથામાં કોઈ તીક્ષ્ણ અથવા બોથડ પદાર્થના ત્રણ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. દિનેશ મહેતાનું મૃત્યુ થયું હતું અને હત્યા કરી (Murder In Morbi) આરોપી નાસી ગયો હતો. આ મામલે મોરબીસીટી એ ડીવીઝનપોલીસે (Morbi Police) આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
દાગીના ના મળતા હત્યા કરી કે પછી અન્ય કારણ?