- મોરબીના દર્દીઓને ઇન્જેક્શન માટે મુશ્કેલી વેઠવી નહિ પડે
- હાલ ખાનગી હોસ્પિટલમાં 10 દર્દીઓ લઇ રહ્યા છે સારવાર
- 200 ઇન્જેક્શન હાલ મોરબીને ફાળવવામાં આવ્યા
મોરબી:જિલ્લામાં મ્યુકોરમાઈકોસીસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેની સારવાર માટે પણ મોરબીમાંથી અન્ય જિલ્લામાં જવું પડતું હોય છે. જો કે આ રોગમાં મહત્વના એમફોટેરીસીન-બી નામના ઇન્જેક્શન માટે દર્દીના પરિવારજનોને મહામુસીબત વેઠવી પડે છે. જેથી રાજ્ય સરકાર દ્વારા દરેક સરકાર હોસ્પિટલને ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં આવા 200થી વધુ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ આ પણ વાંચો:બ્લેક ફંગસ ફક્ત ભારતમાં જ કેમ ફેલાઈ રહી છે? નિષ્ણાતોનું શું કહેવું છે જાણો
મોરબીમાં 10 એક્ટીવ કેસ
મોરબી સિવિલ હોસ્પિટલના ડો. દૂધરેજીયાએ જણાવ્યું છે કે, મોરબીની ખાનગી હોસ્પિટલમાં રહેલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાંથી Amphotericin (Lyophilised)ના ઇન્જેક્શન મળી રહેશે. આ માટે નિયત કરેલા ફોર્મ સાથે ખાનગી હોસ્પિટલે દર્દીના આધાર પુરાવા અને તેને આ ઇન્જેક્શનની જરૂર હોવાના પ્રિસ્ક્રિપ્શન સાથે પોતાના પ્રતિનિધિને સિવિલ હોસ્પિટલમાં મોકલવાનો રહેશે. જ્યાંથી ઇન્જેક્શન આપવામાં આવશે. હાલ મોરબીમાં 10 એક્ટીવ કેસ હોવાની પણ માહિતી આપી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં મ્યુકોર માઇકોસિસ બાદ એસ્પરજીલસ ફૂગનાં કેસમાં પણ થયો વધારો