મોરબીઃ રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યાં છે. મોરબીમાં પણ રોજ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાય છે. રવિવારે મોરબીમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. આ સાથે જ જિલ્લામાં કોરોનાના સંક્રમિત લોકોનો કુલ આંક 243 પર પહોંચ્યો છે.
મોરબીમાં જિલ્લામાં કોરોના કહેર યથાવત , કુલ પોઝીટિવ આંક 243 થયો - મોરબી ન્યૂઝ
મોરબીમાં કોરોનાના વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના સંક્રમિક લોકોનો કુલ આંક 243 પર પહોંચ્યો છે.
મોરબીમાં ગત રોજ કોરોનાના કુલ 20 કેસ નોંધાયા છે. હળવદના ગિરનારીનગરના ૫૫ વર્ષના પુરુષ તેમજ પીપળી અને નવી પીપળી ગામમાં 10 કેસ નોંધાયા છે. જેમાં 48 વર્ષના પુરુષ, 65 વર્ષના પુરુષ, 19 વર્ષની મહિલા, 18 વર્ષની મહિલા, 20 વર્ષની મહિલા, 55 વર્ષની મહિલા, 38 વર્ષની મહિલા, 9 વર્ષનું બાળક, 27 વર્ષના પુરુષ અને 26 વર્ષના પુરુષ તેમજ શક્તિ પ્લોટના રહેવાસી 22 વર્ષની મહિલા, મોરબીના કાયાજી પ્લોટ 2 ના રહેવાસી 50 વર્ષના પુરુષ, 45 વર્ષની મહિલા અને 46 વર્ષની મહિલા, મોરબીના વાવડી રોડના સોમૈયા સોસાયટીના 47 વર્ષના પુરુષ, 45 વર્ષની મહિલા, 21 વર્ષની મહિલા, ઘાંચી શેરીના 53 વર્ષના પુરુષ અને વિશ્વકર્મા મંદિર પાસે રહેતા 76 વર્ષના પુરુષ કોરોનાથી સંક્રમિત થયા છે.
જ્યારે કોરોનાવાઈરસથી વધુ એક દર્દીનું મોત પણ થયું છે. મોરબીના લાયન્સનગર ગોકુલનગરના રહેવાસી 82 વર્ષના પુરુષનું મોત થયું છે. તો વધુ ત્રણ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં વધુ 20 કેસો સાથે કુલ કેસનો આંક 243 થયો છે. જેમાં 84 એક્ટીવ કેસ છે તો અત્યાર સુધીમાં 142 દર્દીઓ સ્વસ્થ થયા છે, જયારે 17 દર્દીઓના મોત થયા છે.